માનવ સેવા એજ પ્રભુ સેવા

ઉમિયા સોશિયલ ટ્રસ્ટ વલસાડ

નવરાત્રીની થનગનાટ કરતી રાત્રીમાં માઁ અંબેની આરાધના સાથે સેવાકીય પ્રવૃતિના વિચાર આવેલ યુવાનોની સમાજ સેવાની ભાવનાને જોઈ માં ઉમિયાની પ્રેરણાથી વિચાર આવેલ કે આ શકિતનો માનવ સેવાના કાર્યોમાં ઉપયોગ કરીએ જેથી માનવ સેવા એજ પ્રભુસેવા માનતા યુવાનોનું ૨૦૦૫ માં ઉમિયા સોશ્યલ ગ્રુપ બનાવેલ આ ગ્રુપ દ્વારા અન્નક્ષેત્ર રકતદાન ચક્ષુદાન શૈક્ષણિક સહાય મેડીકલ સહાય જરૂરીયાતમંદ બાળકોને મદદ કરવા જેવા સામાજીક કાર્યો કરવામાં આવે છે . 

દાતાશ્રીઓના સહયોગથી બધી પ્રવૃતિ ચાલે છે અને દાન યોગ્ય સ્થાને પહોંચે તે માટે ઉમિયા સોશ્યલ ગ્રુપ એક કડીરૂપ બનેલ

સમાજ ઉપયોગી નાની નાની સેવાકીય પ્રવૃતિઓથી શરૂઆત કરી આ ટ્રસ્ટ આજે એક વટવૃક્ષ બની ગયુ છે સમયની સાથે ગ્રુપ ની પ્રવૃતિઓ માં વધારો થયો હોવાથી વર્ષ ૨૦૧૪ માં ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ વલસાડ નામે રજીસ્ટ્રેશન કરવામાં આવેલ છે . 
 
 
 

આયોજન બધ્ધતા અને અનુશાસન એ ઉમિયા સોશ્યલ ટ્રસ્ટની ખાસ વિશેષતા છે


સેવાકીય પ્રવૃતિઓ